More Details


નાડીગ્રંથ ભવિષ્ય અંગેના શ્રી શશિકાંતભાઈ ઓકના પુસ્તકની આ પ્રથમ ગુજરાતી આવૃત્તિ પ્રકાશિત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. શ્રી શશિકાંતભાઈ ઓક નિવૃત્ત વિંગકમાંડર છે. તેમની અને મારી ઓળખાણ ઈ.સ. ૨૦૦૬માં થઈ હતી.

નાડીગ્રંથ ભવિષ્યમાં અમને બન્નેને ખૂબ રસ છે, અને પ્રાચીન મહર્ષિઓ પ્રત્યે ભારોભાર આદર છે.

અમને બન્નેને નાડીગ્રંથ ભવિષ્યના અદ્ભુત અનુભવો થયેલા છે. માર્ગદર્શન પણ મળેલું છે. મુશ્કેલીઓમાં સાચું માર્ગદર્શન મેળવવા ઇચ્છતા સહુ કોઈને આ પુસ્તકમાંની માહિતી જરૂર ઉપયોગી નીવડશે. નાડીભવિષ્યમાં, શાંતિદીક્ષા પરિહારમાં નવગ્રહોના મંદિરોની જાત્રા જરૂરી હોય છે. તેથી એ અંગે આ પુસ્તકમાં ખાસ માહિતી આપવામાં આવી છે. નાડીગ્રંથશાસ્ત્રીઓનાં સરનામાં પણ આપવામાં આવ્યાં છે. નવગ્રહ મંદિરોનો નકશો પણ આપવામાં આવ્યો છે, જેથી કરીને યાત્રા-પ્રવાસનું આયોજન કરવામાં સુગમતા રહે. ત્રિકાળજ્ઞાની મહર્ષિઓના ચરણોમાં આ સેવા સાદર સમર્પિત.


નીલેશ ત્રિવેદી

ફર્મ : સહજાનંદ માર્કેટિંગ પ્રા. લિ.

More in category

Get Premium Website Themes
for your Desktop

Redirecting to Web Console in 3 secs